Get The App

ચોટીલા જતાં વિજાપુર તાલુકાના બે પદયાત્રીઓને અકસ્માતમાં ઇજા

Updated: Nov 12th, 2024


Google News
Google News
ચોટીલા જતાં વિજાપુર તાલુકાના બે પદયાત્રીઓને અકસ્માતમાં ઇજા 1 - image


- સુરેન્દ્રનગર-મુળી રોડ પર અકસ્માત સર્જાયો

- કારચાલકે પાછળથી પદયાત્રીઓને અડફેટે લીધા : બંનેને સરાવાર માટે સુરેન્દ્રનગર ખસેડાય

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-મુળી રોડ પર ચોટીલા પગપાળા જતાં બે પદયાત્રીઓને પાછળથી આવતી કારના ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં બંને પદયાત્રીને ઇજાઓ પહોંચતા સારવાર માટે મુળી બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. મુળી પોલીસ કારચાલક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામના ભવાનજીભાઇ છનાજી ઠાકોર તથા લાલાજી ડુંગરજી ઠાકોર તેમના મિત્રો સાથે ચોટીલા પગપાળા દર્શનાર્થે જઇ રહ્યાં હતાં. દરમિયાન નાયકા ડેમના પાટીયા પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે ભવાનજીભાઇ અને લાલાજીને અડફેટે લેતા બંને પદયાત્રી ફંગોળાઇને રસ્તાની સાઇડમાં પડતાં ઇજા થઈ હતી.

કારના ચાલક વિજયભાઇ નારણભાઇ આલે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયાં હતાં જ્યાં પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતાં. અકસ્માતમાં બંને પદયાત્રીઓને ફ્રેક્ચર સહિતની ઇજા થઈ હતી. આ અકસ્માતના બનાવ મામલે ઇજાગ્રસ્ત ભવાનજીભાઇ ઠાકોરે મુળી પોલીસ મથકે કારના ચાલક વિજયભાઇ નારણભાઇ આલ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Tags :
Vijapur-talukaTwo-pedestriansinjured

Google News
Google News