સુરેન્દ્રનગરમાં કારમાંથી બીયરના 192 ટીન સાથે બે શખ્સો પકડાયા

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં કારમાંથી બીયરના 192 ટીન સાથે બે શખ્સો પકડાયા 1 - image


- 3.44 લાખનો મુદ્દામાલ કબજે 

- એક આરોપી વિવિધ ગુનાઓમાં બે વર્ષથી ફરાર હોવાનું ખુલ્યું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે ૮૦ ફૂટ રોડ પરથી કારમાં બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે ૧૯૨ બીયરના ટીન તેમજ કાર અને મોબાઇલ સહીત કુલ રૂા.૩,૪૪,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે બે શખ્સો કારમાં બીયરનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં કારમાંથી બીયરમા ૧૯૨ ટીન કિંમત રૂા.૧૯,૨૦૦, એક કાર તથા બે મોબાઇલ સહીત કુલ રૂા.૩,૪૪,૨૦૦ના મુદ્દામાલ સાથે ઇકબાલખાન ઉર્ફે ઇરફાન મોહમદખાન મેર તથા મેલાભાઇ અરજણભાઇ કલોતરા (રહે બન્ને ગોકુલનગર, રબારીનેસ, ૮૦ ફુટ રોડ, વઢવાણ)ને ઝડપી લીધા હતાં.

 જ્યારે ઝડપાયેલ બે આરોપીઓ પૈકી આરોપી ઈકબાલખાન ઉર્ફે ઈરફાન મેર ખંડણી તેમજ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ બિ ડિવિઝન પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News