લખતરના વણા ગામે જુગાર રમતા જિલ્લા પંચાયતના અને પાલિકાના બે સદસ્યો સહિત ૨૧ ઝડપાયા

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
લખતરના વણા ગામે જુગાર રમતા જિલ્લા પંચાયતના અને પાલિકાના બે સદસ્યો સહિત ૨૧ ઝડપાયા 1 - image


- રોકડ, મોબાઇલ મળી કુલ ૪.૨૨ લાખની મત્તા જપ્ત

- અન્ય બે શખ્સો હાજર મળી ન આવતા કુલ ૨૩ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે લખતર તાલુકાના વણા ગામેથી સ્થાનીક પોલીસે મોટાપાયે ચાલતું જુગારધામ ઝડપી પાડયું હતું જેમાં જીલ્લા ભાજપના બે નેતા સહિત ૨૧ શખ્સોને ગંજીપાનાનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને અન્ય બે શખ્સોની શોધખોળ હાથધરી કુલ રૂા.૪.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 લખતર તાલુકાના વણા ગામે અલગ-અલગ વિસ્તારના જુગારીઓને બોલાવી મોટાપાયે રૂપિયાની હાર-જીતનો જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે લખતર પીએસઆઈ સહિતની ટીમે રહેણાંક મકાનમાં રેઈડ કરી હતી.

 જેમાં ૨૧ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે બે શખ્સો હાજર મળી આવ્યા નહોતા. ઝડપાયેલા શખ્સોમાં બે મોટા ભાજપના નેતાનો પણ સમાવેશ થયો હતો . જેમાં ભાજપ શાસિત સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના સદ્દસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ અમથુભાઈ કમેજળીયા તેમજ ભાજપ શાસિત સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના કોર્પોરેટર ભાવેશભાઈ કોશીયાને ઝડપી લેતા બન્નેને છોડાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ પોલીસ ટસની મસ થઈ નહોતી. 

જ્યારે ભાજપના નેતા જ  જુગાર રમતાં ઝડપાતા અને ભાજપના નેતાની જ છત્રછાયામાં જુગાર રમતા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. પોલીસે રેઈડ દરમ્યાન જુગાર રમતા ૨૧ શખ્સો પાસેથી ૧૩ મોબાઈલ કિંમત રૂા.૪૮,૫૦૦, રોકડ રૂા.૩,૫૭,૪૦૦ મળી કુલ રૂા.૪.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ઝડપાયેલ ૨૧ શખ્સો સહિત હાજર મળી ન આવેલ બે શખ્સો મળી કુલ ૨૩ શખ્સો સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

જુગાર રમતા હરપાલસિંહ અરવિંદસિંહ રાણા, રહે.વણા તા.લખતર, ફિરોજભાઈ નિજારઅલી ગીલાણી, રહે.સાણંદ ,દિલાવરસિંહ હારીતસિંહ રાણા, રહે.વણા તા.લખતર

ઓમદેવસિંહ હરપાલસિંહ રાણા, રહે.સુરેન્દ્રનગર,અસરફભાઈ મામદભાઈ પીઠડીયા, રહે.ઉપલેટા,અમથુભાઈ દેવજીભાઈ કમેજડીયા, રહે.ખેરાળી, તા.વઢવાણ,રોહિતસિંહ હરૂભા ઝાલા, રહે.ગાંધીધામ,દિલીપભાઈ બાબુલાલ ચંચા, રહે.રાજકોટ,દેવીલાલ કચરાભાઈ પટેલ, રહે.ઈટાલી ખેડા, જી.ઉદેપુર,ભાવેશભાઈ રતીલાલ કોશીયા, રહે.રતનપર તા.વઢવાણ,ધીરજલાલ ચુનીલાલ વ્યાસ, રહે.હળવદ,સંજયભાઈ નગીનદાસ શાહ, રહે.સુરેન્દ્રનગર,શબ્બીરભાઈ કેસરભાઈ કટીયા, રહે.માળીયા જી.મોરબી,ઘનશ્યામભાઈ જેઠાભાઈ કાનાણી, રહે.સુરત,સુરેશભાઈ શીવાભાઈ પટેલ, રહે.પાટણ,મનોજભાઈ મહેન્દ્રભાઈ ગણાત્રા, રહે.રાજકોટ,મનોજભાઈ પંજાજી પટેલ, રહે.સલુંમબર જી.ઉદેપુર, વિપુલભાઈ નટવરલાલ સરેરીયા, રહે.રતનપર તા.વઢવાણ,રાજેશભાઈ રધુવિરભાઈ ત્રિવેદી, રહે.મુળી,દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ પરમાર, રહે.રતનપર તા.વઢવાણ,વિષ્ણુસિંહ જોરૂભા પરમાર, રહે.રતનપર તા.વઢવાણ ઝડપાયા હતા. જ્યારે  દુષ્યંતસિંહ હરપાલસિંહ રાણા, રહે.વણા તા.લખતર અને દિવ્યરાજસિંહ ઉર્ફે દિકુભા મુકેશસિંહ રાણા, રહે.વણા તા.લખતર ફરાર થઇ ગયા હતા.



Google NewsGoogle News