મોરથળા રેલવે ફાટક પાસે બાઈક અકસ્માતમાં બે ને ઈજા

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
મોરથળા રેલવે ફાટક પાસે બાઈક અકસ્માતમાં બે ને ઈજા 1 - image


- સામસામે બાઈક અથડાતા અકસ્માત

- બંને બાઈક ચાલકોને ગંભીર ઈજા પહોંચતા થાન બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાયા

સુરેન્દ્રનગર : થાનના મોરથળા રેલવે ફાટક પાસે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને બાઇકના ચાલકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ થાન ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે થાન પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

થાન-મોરથળા રોડ પર આવાસ યોજનામાં રહેતા નીતીનભાઇ નાજાભાઇ બગડા બાઇક લઇ મોરથળા રેલવે ફાટક પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતા બાઇકના ચાલકે ગફલતભરી રીતે બાઇક ચલાવી નીતીનભાઇના બાઇક સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. 

જેમાં બન્ને બાઇકના ચાલક નીચે પટકાતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ થાન સરાકરી હોસ્પિટલ ખાતે ત્યાર બાદ વધુ સારવાર માટે બન્નેને રાજકોટ લઇ જવામાં આવ્યા હતાં. 

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત નીતીનભાઇએ અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News