સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી બંદૂક સાથે બે ઝડપાયા
- પાટડીના બજાણા અને ધ્રાંગધ્રાના જોગાસર તળાવની પાસેથી એક-એક શખ્સ ઝડપાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી બંદૂક સાથે બે શખ્સ ઝડપાયા છે. બજાણાની સીમમાંથી અને ધ્રાંગધ્રા જોગાસર તળાવની પાસેથી એક-એક શખ્સને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં ગેરકાયદે હથિયાર લઇ લોકોમાં ધાક ઊભી કરતા લોકો સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના બજાણા ગામના વિશાલખાન ઉર્ફે નિશાદ સરદારખાન જતમલેક ગેરકાયદેસર દેશી હાથ બનાવટની મઝરલોડ બંદૂક સાથે બજાણા ગામની સીમમાંથી ઝડપી પાડયો હતો. પોલીસે સીંગલ બેરલ મઝરલોડ બંદૂક (કિં.રૃ. ૩ હજાર) કબજે લઇ બજાણા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ ટીમે જોગાસર તળાવની પાળ પાસેથી હરેશભાઇ રમેશભાઈ પીઠવાને દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદૂક સાથે ઝડપી લીધો હતો. પોલીસે બંદૂક કબજે કરી ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.