લખતરમાં બે આખલાઓ બાખડયા : 15 જાનૈયાઓને ઈજા

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
લખતરમાં બે આખલાઓ બાખડયા : 15 જાનૈયાઓને ઈજા 1 - image


- રખડતા ઢોરોનો આતંક

- વિરમગામના કાજીપુરાથી જાનમાં આવ્યા હતા, સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા

સુરેન્દ્રનગર :  લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં અચાનક બે આખલા બાખડતા અનેક લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતાં અને લગ્ન પ્રસંગમાં દોડધામ મચી જવા પામી હતી.

 લખતર શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો સહિત રહિશોને હાલાકી પડી રહી છે શહેરના બસ સ્ટેન્ડ, યોગીરાજ હોટલ, શિયાણી દરવાજા સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ અવાર-નવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે શહેરના મફતીયા પરા વિસ્તારમાં મનજીભાઈ સોલંકીના ઘેર લગ્ન પ્રસંગ હોય વિરમગામના કાજીપુરા ગામેથી જાન આવી હતી અને લગ્નની વીધી ચાલી રહી હતી તે દરમ્યાન અચાનક બે આખલાઓ બાખડી પડતા જાનૈયાઓમાં દોડધામ મચી જવા પામી હતી જેમાં ૧૫થી વધુ જાનૈયાઓને આખલાઓએ અડફેટે લેતા ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી તેમજ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે અને અગાઉ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.



Google NewsGoogle News