Get The App

વાવડીમાં ઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરતા બે ભાઇઓએ છરી વડે હુમલો કર્યો

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
વાવડીમાં ઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરતા બે ભાઇઓએ છરી વડે હુમલો કર્યો 1 - image


- ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઇ જવાયા

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે મિત્રએ મિત્રને ઉછીના આપેલા રૂપિયા પાંચ હજારની ઉઘરાણી કરવા મામલે મિત્રએ પોતાના ભાઇ સાથે મળી ઉઘરાણી કરનાર મિત્ર સહીતે બે શખ્સો પર લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વાવડી ગામે રહેતા રાહુલભાઇએ પોતાના મિત્ર અને વાવડી ગામના જ તરૂણભાઇ લઘાભાઇ સંઘાણીને મિત્રતાના દાવે રૂપિયા પાંચ હજાર ઉછીના આપ્યા હતા. ત્યારે રાહુલભાઇ અને રૂત્વિકભાઇ મહેશભાઇ હલાણી વાવડી ગામે આવેલ દુધની ડેરી પાસે બેઠા હતા તે દરમિયાન પૈસાની ઉઘરાણી મામલે રાહુલભાઇએ ફોન કરતા તરૂણભાઇ ઉશ્કેરાઇને ફોનમાં ગાળો દેવા લાગ્યા હતા અને  ત્યાર બાદ થોડી વારમાં તરૂણભાઇ તથા તેનો ભાઇ નીતીમભાઇ હાથમાં લોખંડનો પાઇપ તેમજ છરી લઇ ધસી આવ્યા હતા અને રૂત્વીકભાઇ તેમજ રાહુલભાઇ પર હુમલો કરતા આસપાસનાં લોકો એકઠા થઇ ગયાં હતાં. આથી હુમલો કરી બન્ને ભાઇ ત્યાંથી બાઇકલઇ નિકળી ગયા હતા જ્યારે એકઠા થયેલા લોકોએ ઇજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયાં હતાં. જ્યારે આ બનાવ અંગે ઇજાગ્રસ્ત રૂત્વિકભાઇએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે તરૂણભાઇ લધાભાઇ સંઘાણી અને નીતીનભાઇ લધાભાઇ સંઘાણી વિરૂધ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News