Get The App

જૈનાબાદ-પાટડી રોડ પરથી 2.83 લાખના દારૃ સાથે બે ઝડપાયા

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
જૈનાબાદ-પાટડી રોડ પરથી 2.83 લાખના દારૃ સાથે બે ઝડપાયા 1 - image


- કુલ સાત શખ્સો સામે ગુનો નોંધાયો 

- કારમાં રાજસ્થાનથી માલવણ દારૃની હેરાફેરીમાં અન્ય પાંચ શખ્સોની સંડોવણી : પાટડી તાલુકામાં અઠવાડિયામાં એસએમસીનો બીજો દરોડો 

સુરેન્દ્રનગર : જૈનાબાદ-પાટડી રોડ પરથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૃ. ૨.૮૩ લાખની કિંમતના વિદેશી દારૃની કારમાં હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડયા હતા. દારૃની આ હેરાફેરીમાં અન્ય પાંચ લોકોની સંડોવણી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. જેથી એસએમસીએ કુલ રૃ. ૧૦.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ સાત શખ્સો સામે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એક અઠવાડિયામાં પાટડી તાલુકામાં એસએમસીએ બીજો દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. 

રાજસ્થાન તરફથી કારમાં માલવણ હાઈવે મારફતે ઈંગ્લીશ દારૃ ઘુસાડવામાં આવતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે જૈનાબાદ-પાટડી રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર પસાર થતાં તેને ઓકળા પાસે રોકી તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૃની ૯૩૯ બોટલો મળી આવી હતી. 

આ અંગે એસએમસીએ કાર ચાલક અશોકકુમાર નાનારામ બીસ્નોઈ અને હનુમાનરામ ઉદારામ બીસ્નોઈ (બંને રહે. રાજસ્થાન)ની પુછપરછ હાથ ધરતા દારૃની હેરાફેરીમાં મનોહરકુમાર ઉર્ફે મનુ ( દારૃની ગાડી ભરી આપી જનાર), પીરારામ પરખારામ રબારી ( દારૃની લાઈન ચલાવનાર મુખ્ય સૂત્રધાર), કારનો માલિક, માલવણ ગામ પાસે દારૃનો જથ્થો મંગાવનાર અને રાજસ્થાનના દારૃના ઠેકાનો માલિક મળી અન્ય પાંચ શખ્સોની સંડોવણી હોવાની કબુલાત કરી હતી. 

 એસએમસીએ રૃ. ૨.૮૩ લાખની કિંમતનો ઈંગ્લીશ દારૃ, બે મોબાઈલ, એક કાર અને રોકડ  સહિત કુલ રૃ. ૧૦.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા બે શખ્સો સહિત કુલ સાત શખ્સો વિરૃદ્ધ પાટડી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પાટડી તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં એસએમસીએ બીજો દરોડો કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. 



Google NewsGoogle News