ધ્રાંગધ્રાના ખરાવાડ વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીના આરોપીઓ ઝડપાયા

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રાના ખરાવાડ વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીના આરોપીઓ ઝડપાયા 1 - image


- એલસીબી પોલીસે બે શખ્સોને ચોરીના રોકડ રકમ અને દાગીના સાથે ઝડપી પાડયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે અને તસ્કરોને પોલીસનો પણ ડર ન હોય તેમ રહેણાંક મકાનોને ટાર્ગેટ બનાવી રોકડ રકમ તેમજ દાગીનાની ચોરી કરી પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે ત્યારે થોડા દિવસો પહેલા ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકની હદમાં આવેલ જુની ખરાવાડ વિસ્તારમાં બે બંધ મકાનોમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાના બે શખ્સોને એલસીબી ટીમે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના હાઉસીંગ બોર્ડ જુની ખરાવાડ વિસ્તારમાં બે દિવસ પહેલા ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો જેમાં તસ્કરો દ્વારા બે બંધ રહેણાંક મકાનના તાળા તોડી રોકડ રકમ અને મોબાઈલ તેમજ ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા. જે અંગે ભોગ બનનાર મકાન માલીકોએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે મામલે તસ્કરોને ઝડપી પાડવા જીલ્લા પોલીસવડાની સુચનાથી અલગ-અલગ ટીમો કામે લાગી હતી જેમાં ટેકનીકલ સોર્સની મદદથી એલસીબી ટીમે બન્ને મકાનોમાં ચોરી કરનાર બે શખ્સો હશનભાઈ અકબરભાઈ મોવર રહે.ધ્રાંગધ્રા તથા અખ્તરભાઈ ગફારભાઈ ભટ્ટી રહે.ધ્રાંગધ્રાવાળાને ચોરીના રોકડ રૃા.૨૫,૦૦૦, મોબાઈલ અને ચાંદીના દાગીના ૧૫૦ ગ્રામ કિંમત રૃા.૧૫,૦૦૦ મળી કુલ રૃા.૫૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બન્ને ઘરફોડ ચોરીના ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો હતો. આમ કામગીરીમાં એલસીબી પીઆઈ જે.જે.જાડેજા સહિત પીએસઆઈ એન.એ.રાયમા સહિતનો સ્ટાફ જોડાયો હતો.



Google NewsGoogle News