Get The App

મુળીના સરા ગામે હુમલા કેસના બે આરોપીઓ ઝડપાયા

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
મુળીના સરા ગામે હુમલા કેસના બે આરોપીઓ ઝડપાયા 1 - image


- સરકારી ખરાબાના પ્લોટમાં ખોદકામ બાબતે હુમલામાં ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના સડલા ગામે પ્લોટમાં ખોદકામ બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવતાં અનુ.જાતિ પરિવારની એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જે મામલે ભોગ બનનારના પરિવારજને મુળી પોલીસ મથકે બે શખ્સો સામે જાતિ પ્રત્યે અપમાનીત અને જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળી તાલુકના સરા ગામે ફરિયાદી દિપકભાઈ લાલજીભાઈ મકવાણા અને પરિવારજનો દ્વારા વળવામાં આવેલ સરકારી ખરાબાના પ્લોટમાં ગામમાં જ રહેતા ખોડાભાઈ ભરવાડ અને સીંધાભાઈ ભરવાડ જેસીબી મશીન વડે ખોદકામ કરી રહ્યાં હતાં જે ખોદકામ નહિં કરવાનું જણાવતાં બન્ને શખ્સોએ ગાળો બોલી જાતિ અપમાનીત કરી લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરતાં પરિવારના લાલજીભાઈ વાધજીભાઈ મકવાણા, રાજેશભાઈ દેવજીભાઈ મકવાણા અને હિરાબેન રાજેશભાઈ મકવાણાને પેટ તેમજ કપાળ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જે મામલે મળી પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં મુળી પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિતની ટીમે તપાસ હાથધરી ગણતરીના કલાકોમાં હુમલો કરનાર બન્ને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહીીહાથધરી છે.


Google NewsGoogle News