સુરેન્દ્રનગરમાં પતરાવાળીથી ટાંકીચોકથી સુધીના માર્ગમાં ટ્રાફિકની સમસ્યા

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં પતરાવાળીથી ટાંકીચોકથી સુધીના માર્ગમાં ટ્રાફિકની સમસ્યા 1 - image


- નવા ટુ-વે રોડની કામગીરી શરૂ, પણ જૂની સમસ્યા યથાવત્

- પાથરણાવાળા અને લારી ધારકોને રિવરફ્રન્ટ પર જગ્યા ફાળવી હોવા છતાં રસ્તાની બંને બાજુ પોતાનો અડિંગો જમાવે છે 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં ટાંકી ચોકથી પતરાવાળા ચોક રોડને ટુ-વે કરી પાલીકા દ્વારા નવો રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અગાઉની જેમ લારીઓ જેમની તેમ જ રહેતા આ રોડ પર સાંજના સમયે ટ્રાફીકજામ થતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે.

સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તાઓ પર લારીધારકો અને પાથરણાવાળાઓને લઈને કાયમ ટ્રાફીકનો પ્રશ્ન રહે છે. તેમાં પણ મોટી શાકમાર્કેટ અને પતરાવાળા ચોકથી ટાંકીચોક સુધીનો રસ્તો પીકઅર્વસ દરમિયાન પસાર કરવો અભિમન્યુના સાત કોઠા વિંધવા સમાન બની રહે છે. લારીધારકો માટે શહેરના રીવરફ્રન્ટ ઉપર અલગથી જગ્યા ફાળવવામાં આવેલા હોવા છતાં નગરપાલિકા કે લારીધારકો કોઈ તેનો અમલ કરતાં નથી. હાલ પતરાવાળીથી ટાંકીચોક સુધીનો રસ્તો ટુ-વે બનાવી તેમાં નવો ડામર રોડ કરવાની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. બીજી તરફ નવરાત્રીનો તહેવાર નજીકમાં છે. તેમજ  બજારમાં નવરાત્રીની ખરીદી ખુલી છે ત્યારે ખાસ કરીને સાંજના સમયે આ રોડ ઉપર ટ્રાફીકની સમસ્યા વિકટ બને છે. એક તરફ લારીધારકોનો અડીંગ અને બીજી તરફ રખડતા પશુઓને લઈને વાહનચાલકો અને રાહદારીઓને પરેશાની ભોગવવી પડે છે. નગરપાલિકા લોકોને પડતી મુશ્કેલી અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.


Google NewsGoogle News