નાના કેરાળા પાસે ટ્રાફિક વિભાગની જીપનો અકસ્માત, પાંચ કર્મીને ઈજા

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
નાના કેરાળા પાસે ટ્રાફિક વિભાગની જીપનો અકસ્માત, પાંચ કર્મીને ઈજા 1 - image


- ડીવાયએસપી સહિતના હોસ્પિટલ પહોંચ્યા

- સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા જીપ પલટી મારીને રોડની સાઈડના ખાડામાં ખાબકી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-લીંબડી રોડ પર ટ્રાફિક પોલીસની સરકારી જીપનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને ટીઆરબી જવાન સહિત પાંચ લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસની સરકારી જીપ લીંબડીથી પરત આવી રહી હતી. તે દરમિયાન રાઈ અને નાના કેરાળા ગામ વચ્ચે ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સરકારી જીપ રોડ પર પલટી મારી રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.

 જેમાં જીપમાં સવાર ટીઆરબી જવાનો અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સહિત પાંચ વ્યક્તિને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ટ્રાફિક વિભાગની જીપના રેગ્યુલર ફરજ પરના ચાલક ટ્રેનિંગ પર હોવાથી વાહન ટ્રાફિક બ્રીગેડના જવાન ચલાવી રહ્યા હતા.


Google NewsGoogle News