ફુલગ્રામ પાસે ટ્રેક્ટર સાથે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને ઈજા

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
ફુલગ્રામ પાસે ટ્રેક્ટર સાથે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને ઈજા 1 - image


- સાયલાથી પરત ફરતી વખતે અકસ્માત નડયો

- પાછળથી ટ્રક ઘુસાડી અકસ્માત કરનાર ટ્રક ચાલકને ઝડપવા તપાસ શરૂ

સુરેન્દ્રનગર : સાયલા ફુલગ્રામ હાઇવે પર ટ્રેક્ટર પાછળ ટ્રક ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરના ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ફુલગ્રામના ખોડુભા મોહબતસિંહ પરમાર ટ્રેક્ટરમાં મંડપનો સામાન ભરીને સાયલા મુકવા ગયા હતા. જ્યાંથી પરત ફુલગ્રામ તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન એક ટ્રકના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી ટ્રેક્ટર પાછળ ટ્રક ઘુસાડી દેતા અકસ્માત સર્જાયો હતો. 

જેમાં ટ્રેક્ટરના ચાલક ખોડુભાને ઇજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News