ખોડુ અને આંબાવાડીમાંથી દારૂ સાથે ત્રણ શખ્સો પકડાયા

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
ખોડુ અને આંબાવાડીમાંથી દારૂ સાથે ત્રણ શખ્સો પકડાયા 1 - image


- સુરેન્દ્રનગર જિલ્લામાં બે સ્થળે દરોડા

- 81 લિટર દેશી દારૂ કબજે કરી ચાર સામે ગુનો નોંધ્યો 

સુરેન્દ્રનગર : જોરાવરનગર પોલીસ અને એલસીબી પોલીસે દેશી દારૂના બે અલગ અલગ જગ્યાએ દરોડા કર્યા હતા. જેમાં ૮૧ લિટર દેશી દારૂ તેમજ રોકડ રકમ સહીત કુલ રૂા.૪,૫૭૦ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દેશી દારૂ આપનાર વાડલાનો એક શખ્સ હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

ખોડુ રૂપાવટી રોડ પર આવેલા ખાણ વિસ્તારમાં જોરાવરનગર પોલીસે દરોડો કરી દેશી દારૂનું વેચાણ કરતા અજીતભાઇ ઉર્ફે સુથો ભાથીભાઇ બરીપા અને અનીલભાઇ છનાભાઇ ચાવડાને ૭૬ લીટર દેશી દારૂ કિંમત રૂા.૧,૫૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

જ્યારે બીજા દરોડામાં આંબાવાડી વિસ્તારમાં રહેતો વનરાજભાઇ ગોવાભાઇ પનારા પોતાના ઘર પાસે ઓટલા પર દેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દરોડો કર્યો હતો. 

જેમાં વનરાજભાઇ પનારા પાસેથી પાંચ લીટર દેશી દારૂ તથા રોકડ રકમ સહીત કુલ રૂા.૨,૯૫૦ સહીતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેની પૂછપરછ કરતા દેશી દારૂનો જથ્થો વાડલાના ભરતભાઇ ગટુરભાઇ પનારા આપી ગયો હોવાની કબુલાત કરતા બંને શખ્સો વિરુધ્ધ બિ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News