સુરેન્દ્રનગરમાં ખંડણીના કેસમાં ત્રણ આરોપીનું સરઘસ કાઢ્યું
- વેપારીને ફોન કરી દસ લાખની ખંડણી માંગી હતી
- વેપારી પાસે 10 લાખની ખંડણી માંગી હતી
- ત્રણેય શખ્સોને મલ્હાર ચોક વિસ્તારમાં લઇ જઇ ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રકશન પણ કર્યું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં મલ્હાર ચોક વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારીને મોબાઈલ ફોનમાં ગાળો આપી પુત્રનું અપહરણ કરી ધમકી આપ્યા અંગે ભોગ બનનાર વેપારીએ એ-ડિવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેને ધ્યાને લઈ એ-ડિવીઝન પોલીસ ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી લીધા હતા અને ત્રણેય શખ્સોનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.
શહેરની મધ્યમાં મલ્હાર ચોક વિસ્તારમાં દુકાન ધરાવતા નારાયણભાઈ બખતરામ રોચરાણીને ગત તા.૨૧ નવેમ્બરના રોજ અજાણ્યા શખ્સે ફોન કરી ગાળો આપી હતી અને પુુત્રનું અપહરણ કરવાની ધમકી આપી રૃા.૧૦ લાખની ખંડણી માંગી હતી. જે અંગે ભોગ બનનાર વેપારીએ એ-ડિવીઝન ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના દિવસોમાં ખંડણી માંગી ધમકી આપનાર ત્રણ શખ્સો ઈરફાન નગરખાન, સમીરખાન ઉર્ફે ભુરો અને આમીરખાન ઉર્ફે ભોલોને ઝડપી પાડયા હતા. પોલીસે ત્રણેય શખ્સોનું મલ્હાર ચોક વિસ્તાર સહિત ભોગ બનનાર વેપારીની દુકાન આસપાસના વિસ્તારોમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આરોપીની ધાક લોકોમાં ઓછી થાય અને અન્ય આરોપીને ખબર પડે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો એને લઈને સરઘસ કાઢવામાં આવ્યું હતું.