ઝાડ પર લટકીને યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો
દસાડાના નાવીયાણી ગૌશાળા પાસે
પ્રાથમિક તપાસમાં નવસારીના ચીખલી ગામનો યુવક હોવાનું બહાર આવ્યું
સુરેન્દ્રનગર: પાટડી તાલુકાના નાવીયાણી ગામે ગૌશાળા પાસે યુવકે અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે .જે અંગે દસાડા પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.
દસાડા તાલુકાના નાવીયાણી ગામની ગૌશાળા પાસે યુવકે ઝાડ સાથે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા મોત નીપજ્યું હતું .જેની જાણ આસપાસના લોકોને થતાં આ અંગે દસાડા પોલીસને જાણ કરી હતી .આથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃત્કની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી.
જ્યારે વધુ તપાસ દરમ્યાન મૃતક યુવક હેતીકકુમાર વસંતભાઈ પટેલ નવસારી જીલ્લાના ચીંખલી ગામનો હોવાનું અને હાંસલપુર ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. યુવકે શા માટે આત્મહત્યા કરી ? તે અંગે દસાડા પોલીસે વધુ તપાસ હાથધરી છે.