સુરેન્દ્રનગરમાં નવા બસ સ્ટેન્ડ અને અંડરબ્રિજનું કામ પૂરું જ થતું નથી
- મંથર ગતિએ ચાલતા કામથી અકળામણ
- 3 વર્ષથી ચાલતી નિર્માણની પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલે છે જ્યારે અંડરબ્રિજનું તો કામ જ બંધ છે
તેવુ પણ લોકો પુછી રહ્યા છે સાદા બસસ્ટેન્ડના નિર્માણનું કામ મહિનાઓથી પુરૂ થતુ નથી તો પ્રજાને આપેલા વચન મુજબ એરપોર્ટજેવુ અદ્યતન બસસ્ટેન્ડ બનાવવાનુ હોય તો કેટલા વર્ષો લાગત? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે આ કામો ચૂંટણીની રાહ જોયા વિના ઝડપથી પુરા કરવામા આવે તેવી લોકોની માંગણી છે
સુરેનદ્રનગરમાં છ થી સાત વર્ષ પહેલા નવા બસસ્ટેન્ડના નિર્માણ માટે હજુ બસસ્ટેન્ડ તોડી નાંખવામાં આવેલ હતુ ત્યારબાદ છેલ્લા ત્રણેક વર્ષથી નવા બસસ્ટેન્ડના નિર્માણનું કામ શરૂ થયેલ છે ધીમીગતિએ ચાલતુ આ કામ પુરૂ થતું જ નથી અત્રે યાદ આપી એ કે, પુર્વ ધારાસભ્યએ અહિ એરપોર્ટ જેવુ અદ્યતન બસસ્ટેન્ડનું નિર્માણ કરવાનું વચન આપેલ હતુ! પરંતુ આ વચન પળાયુ નથી અંદાજે આઠ કરોડના ખર્ચે સાદુ બસસ્ટેન્ડ જ બની રહ્યુ છે સવાલ એ ઉઠે છે કે, સાદી ડીઝાઈનના બસ સ્ટેન્ડનુ કામ મહિનાઓથી પુરૂ થતું નથી તો એરપોર્ટ જેવુ બસ સ્ટેન્ડ બનાવવાનંક હોય તો કેટલો સમય લાગત...? મુસાફર જનતા હંગામી બસ સ્ટેન્ડમાં અસુવિધાઓથી કંટાળી ગયેલ છે.
આવી જ રીતે સુરેન્દ્રનગરમાં રેસ્ટહાઉસ (ફુવારા) થી અલંકાર રોડને જોડતો અંડરબ્રિજ બનાવવાનું કામ અંદાજે સાડાચાર થી પાંચ કરોડના ખર્ચે ચાલે છે. છેલ્લા ઘણા સમયથી આ કામ બધં હોવાનુ જોવા મળે છે. આ કામ પુરૂ કરવાની સમય મર્યાદા બાર મહિનાની છે જેમાં હાલ નવમો મહીનો ચાલે છે.. જ્યારે કામ હજુ અડધો અડદ (૫૦ટકા) બાકી હોવાનુ જાણવા મળે છે જાણકારોના કહેવા મુજબ હજુ બાર મહિના ચાલે તેટલુ કામ બાકી છે.. તેથી આ કામ પણ સમય મર્યાદામાં પુરૂ થાય તેવી કોઈ શકયતા દેખાતી નથી.
લોકો પુછે છે કે, મહિનાઓથી ધીમી ગતિએ ચાલતા આ કામો કયારે પુરા થશે? લોકોને નવા બસસ્ટેન્ડ અને અડરબ્રિજનો ઉપયોગ કરવાની તક કયારે મળશે? રાજકીય લાભ લેવા માટે આ કામોને ચૂંટણી સુધી લંબાવવાનુ પ્લાનીંગ તો નથી ને? તેવા સવાલો ઉઠી રહ્યા છે બન્ને કામો વહેલીતકે પુરા કરીને લોકો માટે ખુલ્લા મુકવામાં આવે તેવી લાગણી અને માંગણી છે
અંડરબ્રિજનું કામ ચોમાસાને કારણે અટકયું
સુરેન્દ્રનગરમાં રેસ્ટહાઉસ (ફુવારા)થી અલંકાર રોડને જોડતા અંડરબ્રિજનું કામ હાલ ચોમાસાને લીધે અટકયુ હોવાનું રેલ્વે અધિકારીએ જણાવેલ છે.
તેમણે વધુમાં જણાવેલ છે કે, બન્ને તરફના બોક્ષ તૈયાર થઈ ગયા છે જ્યોર રેલ્વેલાઈન નીચે કરવાનુ કામ બાકી છે આ માટે ગડર નાખવાનુ છે જેનાથી ટ્રેન વ્યવહાર ચાલુ રહે અને અંડરબ્રિજનું કામ પણ ચાલુ રહે પરંતુ હાલ ચોમાસાને લીધે ગડર નાંખવાની મંજુરી મળતી નથી તેમણે એમ પણ કહ્યુ છે કે, આ અંડરબ્રિજના ખર્ચ પેટે નગરપાલીકાએ આપવાની રકમ છ મહિના પહેલા જ રેલ્વેને આપી દેવામાં આવેલ છે.