સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 41.6 ડિગ્રીએ પહોંચ્યો
- કાળઝાળ ગરમીના કારણે બપોરે બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર જતા ઝાલાવાડવાસીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. બપોરના સમયે બજારો પણ અસહ્ય ગરમીના કારણે સુમસામ બની ગઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો ૪૧.૬ ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠયા છે. જ્યારે ગરમીના કારણે શહેરની બજારોમાં પણ બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.
ઉનાળાની વિધિવત શરૂઆતમાં જ તાપમાનનો પારો આસમાને પહોંચતા ગરમીથી બચવા લોકો લીંબુ શરબત, ઠંડાપીણા, શેરડીનો રસનો સહારો લઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા પણ ગરમીને ધ્યાને લઈ ઠંડો તેમજ વાસી ખોરાક ન આરોગવા અને પુરતા પ્રમાણમાં પાણી પીવા લોકોને સુચનો આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ-ચાર દિવસ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ઝાલાવાડમાં પણ પ્રથમ દિવસે જ અસર જોવા મળી હતી.