Get The App

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની બજેટમાં જાહેરાત

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની બજેટમાં જાહેરાત 1 - image


- સુરેન્દ્રનગર અને વઢવાણવાસીઓમાં આનંદની લાગણી 

- વધુ ગ્રાન્ટ મળતા વિકાસ વેગવંતો બનશે ઃ નાગરિકો પર કરવેરાનું ભારણ વધશે

સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા આજે શુક્રવારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણામંત્રી દ્વારા બજેટ લક્ષી જાહેરાતો સાથે સમગ્ર રાજ્યમાં આઠ નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાને પણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા સુરેન્દ્રનગર વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગર પાલિકા જાહેરાત કરવાની છેલ્લા ઘણા સમયથી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી. તેમજ હાલ પાલિકાની હદમાં આવતા તમામ ૧૩ વોર્ડમાં લોકોને રસ્તા, પાણી, સફાઈ સહિતની સુવિધાઓ અપૂરતી અને અનિયમિત મળતા સ્થાનિક રહીશોમાં પાલિકાના સતાધિશો માટે રોષ જોવા મળી રહ્યો હતો. 

તેવામાં રાજ્ય સરકારના બજેટ સત્રમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની ૮ નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાને પણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા સુરેન્દ્રનગર વાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. સરકારના આ નિર્ણયને પાલિકાના પ્રમુખ જીજ્ઞાાબેન પંડયાએ પણ વધાવી લીધો હતો. 

સુરેન્દ્રનગર અને વઢવાણ હવે મહાનગર પાલિકા જાહેર કરતા આગામી દિવસોમાં આઈએએસ કક્ષાના અધિકારીની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થતા વિકાસના કામો ઝડપી થશે તેમજ ભ્રષ્ટાચાર અટકતા સારી ગુણવત્તાના વિકાસના કામો થશે તેવી આશા લોકોમાં સેવાઈ રહી છે.



Google NewsGoogle News