ગંભીર રીતે દાઝેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
ગંભીર રીતે દાઝેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું 1 - image


- પાટડીની ખારાઘોડા ફેકટરીમાં બ્લાસ્ટનો મામલો

- ઇજાગ્રસ્ત અન્ય ત્રણ વ્યક્તિઓ હજુ સારવાર હેઠળ છે

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના ખારાઘોડા ગામે આવેલ બ્રોમીગ બનાવતી કંપનીના પટાંગણમા ટેન્કરને વેલ્ડીંગ કરતી વખત જવ્લનશીલ પ્રવાહીના કારણે બ્લાસ્ટ થતા કંપનીના મેનેજર સહિત ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વિરમગામ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં ત્રણ દિવસની સારવાર બાદ ગંભીર રીતે દાઝી ગયેલ યુવકનુ મોત નિપજતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. 

પાટડીના ખારાઘોડા ગામે આવેલ મીઠાની એક ફેકટરીના કંપાઉન્ડમાં ટેન્કરનુ વેલ્ડીંગ કામ ચાલી રહ્યુ હતુ. ત્યારે  ટેન્કરની ડીઝલ ભરેલી ટાકીના કારણે બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ હતી. અને આ અંગેની જાણ પાલીકાની ફાયર ફાયટર ટીમને થતા ઘટના સ્થળે પહોચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

 જયારે આ બ્લાસ્ટમાં કંપનીના મેનેજર રામાઅવતાર સહિત બકુલ પ્રહલાદભાઈ ઉ.વ. ૨૫, સાગરભાઈ ઉ.વ. ૨૭, મુન્નાભાઈ તમામ રહે. ખારાઘોડા વાળાઓ દાઝી જતા સારવાર અર્થે પ્રથમ પાટડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

જે પૈકી બકુલ વધુ પ્રમાણમાં દાઝી ગયો હોય સારવાર અર્થે  અમદાવાદ હોસ્પીટલ ખેસેડાયો હતો. પરંતુ ત્રણ દિવસની ટુંકી સારવાર દરમિયાન યુવક બકુલનુ મોત નિપજયુ હતુ. યુવકના મોતથી તેના પરિવારજનો પર આભા ટુંટી પડયુ હતુ. તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News