મહિલાને મળવા આવેલા શખ્સનું 4 વ્યક્તિઓએ અપહરણ કર્યું

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
મહિલાને મળવા આવેલા શખ્સનું 4 વ્યક્તિઓએ અપહરણ કર્યું 1 - image


- સુરેન્દ્રનગર પઢીયાર શેરીમાંથી 

- માતા સાથેના મૈત્રી સંબંધ પસંદ ન હોય પુત્રીએ અન્ય ૩ શખ્સો સાથે મળી આધેડનું અપહરણ કરી માર માર્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર પઢિયાર શેરી નંબર બે માં રહેતી મહિલાને ભાવનગરના શખ્સ સાથે મૈત્રી હતી જે મહિલાની પુત્રીને પસંદ ન હોય આ શખ્સ મહિલાને મળવા સુરેન્દ્રનગર આવતા મહિલાની પુત્રીએ અન્ય ૪ શખ્સો સાથે મળી આધેડનું કારમાં અપહરણ કરી દુધરેજ કેનાલ પર લઇ જઇ ઝપાઝપી કરી માર માર્યા અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર શહેરના પઢીયાર શેરી નંબર-૨ માં રહેતા મહિલાને ભાવનગરના કૌશિકભારથી કરસનભારથી ગૌસ્વામિ સાથે મૈત્રી હતી. 

આ મૈત્રી સંબંધ મહિલાની પુત્રીને પસંદ ન હોય કૌશિકભારથી સુરેન્દ્રનગર પઢિયાર શેરીમાં આવતા મહિલાની પુત્રી અંજલી મહેશભાઇ ભટ્ટે રૂષભ સુરેશભાઈ શાહ, મહાવીરસિંહ ઉર્ફે શંભુભાઇ રમુભા ઝાલા અને ક્પાલસિંહ મહાવીરસિંહ ઝાલાને બોલાવી શેરડીના ડંડા વડે માર મારી કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી કારમાં અપહરણ કરી દુધરેજ કેનાલ પાસે લઇ ગયાં હતાં .

જ્યાં બોલાચાલી કરી ઝપાઝપી કરી નાસી છુટયા હતા આ બનાવ અંગે ઇજાગ્રસ્ત કૌશિકભારથીએ કુલ ૪ વ્યક્તિઓ સામે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.



Google NewsGoogle News