Get The App

મોબાઈલ ઈન્ટરનેટના આધુનિક યુગમાં પણ તારીખીયાનું મહત્વ હજુય અકબંધ

Updated: Nov 8th, 2021


Google News
Google News
મોબાઈલ ઈન્ટરનેટના આધુનિક યુગમાં પણ તારીખીયાનું મહત્વ હજુય અકબંધ 1 - image


- પંચાગ સહિતની વિગતો ધરાવતા કેલેન્ડરો દુકાનો અને ઘરોમાં રાખવાનો ક્રેઝ

સુરેન્દ્રનગર : આજનો જમાનો ભલે મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશ્યલ મીડીયાનો જમાનો છે. પરંતુ આજના આ આધુનીક યુગમાં પણ કેલેન્ડર એટલે કે, તારીખીયાનું ચલણ અને મહત્વ હજુયે અકબંધ છે..!વર્ષોથી હિન્દુ તહેવારો, વાર, તારીખ, તિથી,મુહુર્ત અને ચોઘડીયા જોવા માટે ઉપયોગી થતા કેલેન્ડર અને દટ્ટાએ તેનુ મહત્વ જાળવી રાખ્યુ છે દિવાળી પહેલા અને દિવાળી પછી પણ બજારમાં ખરીદી થઈ રહી છે ૪૦રૂા.થી લઈને ૧૨૦રૂા.સુધીના ભાવે મળતા કેલેન્ડર અને દટ્ટા લોકો હોંશે હોંશે ખરીદે છે બાર મહીનાની ખરીદી કરતા ગ્રાહકોને વેપારીઓ ભેટમાં આપે છે પંચાંગ સહીતની વિગતો ધરાવતા કેલેન્ડર ઘરમા કે દુકાનમાં રાખવાની પરંપરા આજે પણ જીવંત છે.

Tags :
Surendranagarmodern-age-of-mobile-internet

Google News
Google News