Get The App

વિરમગામમાં ઐતિહાસિક પાલિકા કચેરીએ કચરાના ઢગલાં ખડકાયા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
વિરમગામમાં ઐતિહાસિક પાલિકા કચેરીએ કચરાના ઢગલાં ખડકાયા 1 - image


- દર્દીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ ગંદકીમાંથી પસાર થવા મજબૂર

વિરમગામ : વિરમગામ શહેરમાં આવેલી ઐતિહાસિક જૂની નગરપાલિકા કચેરીએ કચરાના ઢગલાં ખડકાયેલા છે. ત્યારે પાલિકા તંત્ર સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી રહ્યું હોય તેમ શહેરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

પાલિકા તંત્રએ સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડયા હોવાની લોકમુખે ચર્ચા

વિરમગામ શહેરના કોટેશ્વરી પ્લોટ ખાતે ઐતિહાસિક જૂની નગરપાલિકા કચેરી આવેલી છે. આ કચેરી ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. કચેરીની અંદર ખુલ્લા મેદાનમાં ગાંડા બાવળ તેમજ જંગલી વનસ્પતિ ઉગી નીકળવાના કારણે કચેરી અડધી દેખાય છે. ત્યારે કચેરી બહાર  સેરેશ્વર દરવાજા તરફ જવાના રસ્તાની બાજુમાં કચરા, પ્લાસ્ટિક અને ગંદકીથી ખદ બદે છે. આ ગંદકીના લીધે અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવતાં દર્દીઓ, સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ, વેપારીઓ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ, શાક માર્કેટમાં ખરીદી માટે આવતી મહિલાઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ કચરો અને ગંદકી દૂર કરવામાં તંત્રને કોઈ જાતની પડી ન હોય તેવો ઘાટ સર્જાયો છે. બાજુમાં જાહેર શૌચાલયમાં આવતા આજુબાજુના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. સરકારના સ્વચ્છતા અભિયાનના નગરપાલિકા તંત્ર સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યું હોય તેવું આ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.



Google NewsGoogle News