Get The App

ધ્રાંગધ્રામાં ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી કંપની બંધ કરી દીધી

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રામાં ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી કંપની બંધ કરી દીધી 1 - image


- મહિલા અને કંપનીનો માલિક તાળા મારી ફરાર

- એફટીસી કંપનીમાં રૃા. 2000 ડિપોઝિટ ભરાવનાર મહિલા સહિત બંને શખ્સો નાસી છૂટતા પોલીસ મથકે ફરિયાદ : 300 લોકોએ રોકાણ કર્યાનો અંદાજ

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરમાં રહેતી મહિલા અને શખ્સે સાથે મળી ધ્રાંગધ્રામાં એફટીસી કંપનીની ઓફિસ શરૃ કરી હતી. બે હજાર ડિપોઝિટ ભરો અને ચાર વાઉચરબૂક ઘરે બેઠા ભરનારને ચાર હજાર આપવાની લાલચ આપી હતી. અંદાજે ૩૦૦ લોકોએ રૃપિયા ભર્યા બાદ બંને ઠગો કંપનીને તાળા મારી નાસી છૂટયા હતા. આ અંગે ભોગ બનનાર શખ્સે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે છેતરપિંડી કર્યાની મહિલા સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. 

ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી જશવંતભાઈ નાનજીભાઈ જાદવ સહિત શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેતા લોકોએ ધ્રાંગધ્રા શહેરના રાધાકૃષ્ણ કોમ્પલેક્ષમાં આવેલી એફટીસી નામની કંપનીમાં કોમલબેન સુરેશભાઈ સુરેલા રહે.ધ્રાંગધ્રાવાળા અને કંપનીના માલીક મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ પટેલ સહિતનાઓના કહેવાથી રૃા.૨,૦૦૦ ડિપોઝીટ પેટે ભર્યા હતા. કંપની દ્વારા ચાર વાઉચરબુક ઘરે બેઠા ભરી આપે તો ડબલગણી રકમ એટલે કે રૃા.૪,૦૦૦ આપવાની લાલચ આપી હતી. આથી ફરિયાદીએ તેમની પત્ની, ભાઈ સહિતનાઓ પણ ખાતા ખોલવા માટે રૃા.૬,૦૦૦ અલગથી ઓનલાઈન કોમલબેનના ખાતામાં નાખ્યા હતા. પરંતુ ત્યારબાદ વાઉચર બુક પુરી થઈ જતા ફરિયાદી અને અન્ય રોકાણકારો કંપનીની ઓફિસે કોમલબેનના જણાવ્યા મુજબ ડબલગણી રકમ લેવા પહોંચ્યા હતા. જ્યાં કોમલબેન હાજર મળી આવ્યા નહોતા અને ઓફિસને પણ તાળું માર્યું હતું. તેમનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ ફોન પણ રીસીવ કર્યો નહોતો. આથી ભોગ બનનાર ફરિયાદીએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે છેતરપિંડી આચરનાર કોમલબેન સુરેશભાઈ સુરેલા તેમજ કંપનીના માલીક મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ પટેલ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.



Google NewsGoogle News