હળવદના સાત ગામના ખેડૂતો વિફર્યા અંતે સિંચાઇ માટે ડેમના ગેટ ખોલાવ્યા
- છેવાડાના ગામોમાં સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોમાં આક્રોશ
- હળવદના સાત ગામના ખેડૂતોએ પાણી પ્રશ્ને પાણી બતાવ્યું,અંતે ગેટ ખોલાવ્યો
હળવદ : હળવદ તાલુકાના ધનાળા મયુરનગર દેવળીયા પ્રતાપગઢ સુરવદર ધુળકોટ ઘાટીલા તથા માળીયા તાલુકાના છેવાડાના ગામના સિંચાઈ માટે પાણી ન મળતા બે દીવસ પહેલાં ધનાળા કેનાલ કાંઠે ખેડૂતોએ એકઠા થઇ વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. જેનું કોઇ નિરાકરણ ન આવતાં ના છુટકે ખેડૂતોઓ મોટી સંખ્યામાં બ્રાહ્મણી- ૨ ડેમ પહોંચ્યા વિરોધ પ્રદર્શન કરી પાણી પ્રશ્ને પાણી બતાવ્યું હતું.ગેટ ખોલાવ્યા હતા.
ગલ્લા તલ્લા આપી રહેલા અધિકારીઓ સામે ખેડૂતોએ હલ્લાબોલ કરતાં આખરે કેનાલનો ગેટ ખોલવો પડયો હતો.પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ અને પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈની આગેવાનીમાં શક્તિ સાગર ડેમ પર ખેડૂતો એકઠા થયા હતા.
હળવદ બ્રાહ્મણી-૨ ડેમમાંથી પસાર થતી ૨૨-૨૩ અને ૨૪-ડી ની પેટા કેનાલમાં છેલ્લા ચાર દિવસથી પાણી બંધ કરી દેવાતા ખેડૂતોઓ? માં રોષની લાગણી વ્યાપી ગઈ હતી.
હાલમાં શિયાળુ રવિ પાકની વાવણીની મોસમ પુરબાહમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોને એક બાજુ ખાતર માટે દોડાદોડી થઈ રહી છે જ્યાં બીજી બાજુ ખેડૂતોને અત્યારે વાવણી ના સમયે જ સિંચાઈ માટે પાણી ન મળતા સાત ગામના સરપંચો સહિત ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ હતી.
ત્યારે ના છૂટકે હળવદ તાલુકાના સાત ગામના ખેડૂતો બ્રાહ્મણી બે ડેમ ખાતે પહોંચી વિરોધ નોંધાવી કેનાલના ગેટ ખોલાવ્યા હતા.