Get The App

થાન મામલતદાર કચેરી નજીક રેલવે ટ્રેક પાસેથી યુગલના મૃતદેહ મળ્યાં

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
થાન મામલતદાર કચેરી નજીક રેલવે ટ્રેક પાસેથી યુગલના મૃતદેહ મળ્યાં 1 - image


- લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરાઈ

- અલગ જ્ઞાતિના હોવાથી સમાજ એક થવા નહીં દે તેવા ડરથી આપઘાત કર્યો હોવાનું અનુમાન 

સુરેન્દ્રનગર : થાન મામલતદાર કચેરી પાસેથી પસાર થતા રેલવે ટ્રેક નજીકથી યુગલની લાશ મળી આવી હતી. જે અંગેની જાણ આસપાસના લોકોએ સ્થાનિક પોલીસ સહિત રેલવે વિભાગને કરતાં અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.

થાન મામલતદાર કચેરી પાસેથી પસાર થતાં રેલવે ટ્રેક પાસે પ્રેમી પંખીડાની ટ્રેન નીચે ઝંપલાવી સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ સ્થાનિક પોલીસ સહિત રેલવે વિભાગને કરવામાં આવતા ઘટના સ્થળે ટીમ આવી પહોંચી હતી અને મૃતકોની ઓળખ અંગે તપાસ હાથધરી બન્ને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. 

જ્યારે પ્રાથમિક તપાસમાં બન્ને પ્રેમી પંખીડા થાન ખાતે આવેલી કોઈ સીરામીક કંપનીમાં કામ કરતા હતા. જેમાં યુવક થાન તાલુકાના મોરથડ ગામનો અને યુવતી જામવાળી ગામની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેમજ બન્નેને સમાજ તેમજ પરિવાર એક નહિં થવા દે તેવા ડરથી ટ્રેન નીચે ઝંપલાવી વ્હાલું કર્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. 

જ્યારે આ મામલે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતાં હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતદેહોનો કબ્જો લઈ અંતિમવિધિ કરવામાં આવી હતી. 



Google NewsGoogle News