Get The App

હળવદની બ્રાહ્મણી નદી બે કાઠે કોઝ-વે પર પાણી ફરી વળ્યા

Updated: Jul 9th, 2023


Google NewsGoogle News
હળવદની બ્રાહ્મણી નદી બે કાઠે કોઝ-વે પર પાણી ફરી વળ્યા 1 - image


- ભારે વરસાદની આગાહી વચ્ચે મુસીબત 

- હળવદ સરા રોડ પર વાહન વ્યવહારને અસર, ટ્રાફિકજામ સર્જાયો

હળવદ : હવામાન વિભાગ દ્વારા આજે મોરબી જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગઈકાલ રાત્રીથી મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. 

જેમાં હળવદમાં પણ રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે.અને બે અલગ અલગ જગ્યાએ વીજળી પડવાના બનાવ પણ સામે આવ્યા હતા ત્યારે હવે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની અવિરત આવક ને કારણે હળવદની બ્રાહ્મણી -૧ નદિ બે કાઠે વહી રહી છે. જેને પગલે કોઝ વે પર પાણી ફરી વળતા હળવદ સરા રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જેને પગલે બન્ને બાજુ વાહનોની લાઇનો લાગી ગઇ છે. દિઘડીયા ગામથી પસાર થયેલ બ્રાહ્મણી નદિના બેઠા પુલને ઉચોં પુલ બનાવા વરસોથી  ગ્રામજનોની માંગ છે. ચોમાસા દરમિયાન પુલ પર પાણી આવી જવાથી અવાર નવાર રસ્તો બંધ થઈ જાય છે, તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા લોકોની માંગણી ઉઠી છે.


Google NewsGoogle News