ધોળકામાં બાવળા રોડ પર ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
ધોળકામાં બાવળા રોડ પર ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી 1 - image


પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો

માથામાં આંતરિક ઈજા અને નાકમાંથી લોહી વહી ગયેલું જણાતા હત્યાની આશંકા

બગોદરા: ધોળકામાં બાવળા રોડ પર આવેલા ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. યુવકના હાથમાં લખાણ કોતરાવેલું છે અને માથામાં આંતરિક ઈજાઓ અને નાકમાંથી લોહી વહી ગયેલું હોવાથી હત્યા કરાયાની શંકા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે.

ધોળકા - બાવળા રોડ પર બલાસ ચોકડી નજીક નાયરા પેટ્રોલપંપથી થોડે આગળ શનિવારે સવારે ૧૦ વાગે વડુ નામની સીમમાં આવેલા એક ખેતરમાંથી આશરે ૩૫ વર્ષની ઉંમરના અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યો હતો. મરણ જનાર યુવકના હાથમાં લખાણ કોતરાવેલું છે. મૃતક યુવકની લાશનાં માથામાં આંતરિક ઇજા તેમજ નાકમાંથી લોહી વહી ગયેલ હાલતમાં મળી આવી હતી. ત્યારે યુવકની હત્યા કરાયાની શંકા તરફ પોલીસ તપાસ શરૂ કરાઈ છે.



Google NewsGoogle News