થાનના તરણેતરના મેળામાં ચોરેલા એક્ટિવા સાથે આરોપી ઝડપાયો

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
થાનના તરણેતરના મેળામાં ચોરેલા એક્ટિવા સાથે આરોપી ઝડપાયો 1 - image


સુરેન્દ્રનગર જિલ્લાના ગુનાનો ભેદ ઉકેલાયો

મહેસાણા પેરોલ ફર્લો પોલીસે વડાવલી જવાના રસ્તેથી કલ્યાણપુરા ગામના શખ્સને દબોચ્યો

મહેસાણા: મહેસાણા પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસને મળેલી બાતમી આધારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતા તરણેતરના મેળા દરમિયાન ચોરી કરેલા એક્ટિવા સાથે કલ્યાણપુરાના શખસને વડાવલી જવાના રસ્તેથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે બાવલુ પોલીસને સોંપવામાં આવ્યો છે.

મહેસાણા પેરોલ ફર્લો સ્કોવર્ડના પીએસઆઈ એમ.પી.ચૌધરી અને પોલીસ સ્ટાફ કડી તાલુકાના બાવલુ વિસ્તારમાં નાસતાફરતા આરોપીઓને પકડવાની કામગીરી અંતર્ગત પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે હકિકત મળેલી કે, શંકાસ્પદ એક્ટિવા ઉપર એક શખસ કલ્યાણપુરા ગામેથી વડાવલી જવાના રસ્તેથી પસાર થવાનો છે. જેના આધારે પોલીસે વડાવલી રોડ ઉપર વોચ ગોઠવીને સુનીલ બળદેવભાઈ ઠાકોર રહે,કલ્યાણપુરા,તા.કડીને ઝડપી લીધો હતો. તેની પાસેના એક્ટિવા અંગે પુછપરછ કરતાં તે ગલ્લાંતલ્લા કરવા માંડયો હતો. ત્યારબાદ તેણે આ સ્કુટર તા.૧૭-૯-૨૦૨૩ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરાતા તરણેતરના મેળામાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે બાવલુ પોલીસને સોંપાયો હતો.



Google NewsGoogle News