વઢવાણના વસ્તડી પુલ પાસે ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો
- ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો
- અનાજનો જથ્થો રસ્તા પર પડતાં ટ્રાફિકજામના દ્રશ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે આવેલ પુલ નજીક ટ્રકચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં ભરેલ અનાજની બોરીઓ રસ્તા પર વેરવીખેર હાલતમાં પડતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતા દુર્ધટના ટળી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણના વસ્તડી ગામ પાસે આવેલ પુલ પરથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં ભરેલ અનાજની બોરીઓ રસ્તા પર પડતાં ટ્રાફિકજામ થતાં કલાકો સુધી વાહનો ફસાયા હતા જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ટ્રાફિકને હળવો કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનીનો બનાવ ન બનતા દુર્ધટના થતાં અટકી હતી.