સુરેન્દ્રનગર સબ જેલમાં આધેડ આરોપીનું શંકાસ્પદ હાલતમાં મોત
- બિમારીના કારણે
મોત નિપજ્યું હોવાની ચર્ચા
- ખંપાળીયાની સીમમાં
પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કેસમાં આધેડ આરોપી જેલમાં હતા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સબ જેલમાં હત્યાના કેસમાં બંધ આધેડ આરોપીનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું છે. મુળીના ખંપાળીયા ગામની સીમમાં પ્રેમ પ્રકરણ મામલે યુવકની હત્યાના કેસમાં આરોપીઓને સુરેન્દ્રનગર સબ જેલ હવાલે કરાયા હતા. આરોપીનું કોઈ બિમારીના કારણે જેલમાં મોત નીપજ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
મુળીના ખંપાળીયા
ગામની સીમમાં ગત મે મહિનામાં પત્ની સાથે આડાસબંધનું મનદુઃખ રાખી ત્રણ જેટલા શખ્સોએ
એકસંપ થઈ લોખંડના પાઈપ અને ધારીયા ઘા ઝીંકી મહેશભાઈ બાવળીયા (ઉ.વ.૩૨)ની હત્યા નિપજાવી
હતી. આ બનાવમાં મુળી પોલીસ મથકે હત્યા નીપજાવનાર પુત્ર જેન્તીભાઈ ઉર્ફે ભુયડી ભાવુભાઈ
બાવળીયા, પિતા ભાવુભાઈ મોહનભાઈ બાવળીયા અને ગોપાલભાઈ જગાભાઈ બાવળીયા (તમામ રહે.ખંપાળીયા
તા.મુળી) સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ કેસમાં પોલીસે
હત્યા નીપજાવનાર આરોપીઓને સુરેન્દ્રનગર સબ જેલ હવાલે કરાયા હતા. જે પૈકી સબ જેલમાં
બપોરના સમયે અચાનક આરોપી ભાવુભાઈ મોહનભાઈ બાવળીયાને શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું
હતું. આરોપીના મૃતદેહને પીએમ અર્થે રાજકોટની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આરોપીના
મોત પાછળનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે. પ્રાથમિક તપાસમાં કોઈ બીમારીના
કારણે આરોપીનું જેલમાં મોત નીપજ્યું હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે.