સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું, ત્રણ તાલુકાને ડેન્ગ્યુગ્રસ્ત કર્યા જાહેર
Surendranagar Dengue Cases : રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સારો એવો વરસાદ ખાબક્યા બાદ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 63 થી વધુ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્રણ તાલુકાને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે.
ત્રણ તાલુકા ડેન્ગ્યુગ્રસ્ત જાહેર
સુરેન્દ્રનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા જિલ્લા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યાં છે, ત્યારે સુરેન્દ્રનગરમાં 63 જેટલા ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા વઢવાણ, થાન અને ચોટીલાને ડેન્ગ્યુગ્રસ્ત તાલુકા જાહેર કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : BREAKING : રાજ્ય સરકારની મોટી જાહેરાત, વર્ષ 2005 પહેલાના કર્મીઓને મળશે OPSનો લાભ
આરોગ્ય વિભાગ દોડતું થયું
જિલ્લાના અલગ-અલગ તાલુકામાં ડેન્ગ્યુના કેસના વધતા આંકડાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે જિલ્લામાં આરોગ્ય વિભાગની 131 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે ફોગિંગ કરવામાં આવ્યું.