સુરેન્દ્રનગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી થઈ

Updated: May 16th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી થઈ 1 - image


- વિધિવત ચોમાસુ શરૃ થાય તે પહેલા

- માવઠા બાદ શહેરના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ભરાયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં બે વખત કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે વિધિવત રીતે ચોમાસું શરૃ થાય તે પહેલા જ પાલિકાની પ્રીમોનસુન કામગીરીની પોલ છતી થઈ છે.  કમોસમી વરસાદ ખાબકતા રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ વ્યાપ્યો હતો. 

દર વર્ષે સુરેન્દ્રનગર પાલિકા તંત્રને ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેમજ ભુગર્ભ ગટરોની સફાઈ સહિતોની કામગીરી સામે લાખો રકમની પ્રી- મોનસુન પ્લાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા યોગ્ય સમયે અને યોગ્ય રીતે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં ન આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. 

જેના કારણે ચોમાસા દરમિયાન અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ચાલુ સીઝનમાં ચોમાસાનો હજુ પ્રારંભ નથી થયો, ત્યાં કમોસમી વરસાદ દરમિયાન જ પાલિકાની પ્રીમોનસુન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. 

જેમાં બે દિવસના કમોસમી વરસાદમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં શહેરના કેટલાક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ ભુગર્ભ ગટરોની પણ સફાઈ ન થતાં ગટરોના પાણીનો નિકાલ ન થતાં લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.


Google NewsGoogle News