Get The App

સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ખાણ ખનીજ અધિકારીએ અચાનક રાજીનામું આપ્યું

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ખાણ ખનીજ અધિકારીએ અચાનક રાજીનામું આપ્યું 1 - image


- ભૂમાફિયાઓને ફરી ખુલ્લો દૌર મળે તેવી સ્થિતિ

- ઝાલાવાડમાં બેફામ થતી ખનીજ ચોરી સામે તવાઈ બોલાવતા દબાણમાં રાજીનામુ આપ્યાની ચર્ચા

- અંગત કારણોસર રાજીનામુ આપ્યાનો અધિકારીનો દાવો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટે અચાનક રાજીનામું આપી દીધું છે. નિરવ બારોટે અચાનક રાજીનામુ આપી દેતા ભૂમાફિયાઓને ફરી ખુલ્લો દૌર મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઝાલાવાડમાં બેફામ થતી ખનીજ ચોરી સામે તવાઈ બોલાવતા દબાણમાં રાજીનામુ આપ્યું હોવાની હાલ ચર્ચાઈ રહ્યું છે. જોકે, અધિકારીએ અંગત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય ખાણ ખનીજ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા ખનીજ અધિકારી નિરવ બારોટે અચાનક મોડીરાત્રે રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામી છે અને સરકાર દ્વારા તેમનું રાજીનામું પણ મંજુર કરી દેવામાં આવ્યું છે. ખનીજ અધિકારી નિરવ બારોટનો ટેલિફોનીક સંપર્ક કરતા અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે નિરવ બારોટના અચાનક રાજીનામાથી જિલ્લામાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. કોઈ રાજકીય દબાણને વશ થઈ ખનીજ અધિકારી નિરવ બારોટે રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

જિલ્લામાં મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી તેમજ કાર્બોસેલની ચોરીના બનાવો વધી રહ્યાં હતા અને ભુમાફીયાઓ બેફામ બનતા સરકાર દ્વારા નિરવ બારોટની સુરેન્દ્રનગર ખાણ ખનીજ અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી. અધિકારીએ ફરજ દરમિયાન જિલ્લાના સાયલા, મુળી, ચોટીલા, થાન,લીંબડી સહિતના તાલુકાઓમાંથી મોટાપાયે ગેરકાયદે ખનીજચોરી ઝડપી પાડી ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરી હતી. ત્યારે નિરવ બારોટે અચાનક રાજીનામું આપતા આ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બીજી નિરવ બારોટની બદલીથી આગામી દિવસોમાં ભુમાફીયાઓને ફરી છુટો દોર મળી રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.



Google NewsGoogle News