સુરેન્દ્રનગર ડેપોમાં વિદ્યાર્થી પાસ, સાંજના સમયે નવા રૃટ સહિતની રજૂઆત
- રાજકોટ એસ.ટી. વિભાગની સલાહકાર સમિતિની બેઠક મળી
- અધિકારીઓએ સુરેન્દ્રનગર એસ.ટી.ને લગતા પ્રશ્નો હલ કરવાની હૈયાધારણા આપી
સુરેન્દ્રનગર : રાજકોટ એસ.ટી. વિભાગની સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં સુરેન્દ્રનગર ડેપોમાં વિદ્યાર્થી પાસ, સાંજના સમયે નવા રૃટ સહિતની રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં અધિકારીઓએ સુરેન્દ્રનગર એસ.ટી.ને લગતા પ્રશ્નો હલ કરવાની હૈયાધારણા આપી હતી.
રાજકોટ એસ.ટી.વિભાગની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર ડેપોની સુવિધા તેમજ ઈન્કવાયરી ટેબલ બારી, ઓનલાઈન બારી, વિદ્યાર્થી પાસ, વર્કશોપ નવિનીકરણ, રાજકોટ એસ.ટી. વિભાગના દરેક ડેપો કંન્ટ્રોલ પોઈન્ટ ઉપર રાજકોટ એસ.ટી. સલાહકારના મોબાઈલ એડ્રેસ સાથેના સુરક્ષીત બોર્ડ પ્રવાસી વાંચી શકે તેવી રીતે મુકવા, પ્રવાસીના તેમજ કામદારના હિતને ધ્યાને લઈ સીસીટીવી કેમેરા મુકવા, ઉપરાંત થાનથી સાંજે ૬-૩૦ વાગ્યાની સુરેન્દ્રનગર બસની ટ્રીપ આપવી સહિતની રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ મુંજપર, રામપરા, ખોડું, ધામા, થાન, ખારવ સહિતના ગામોના વિદ્યાર્થી તેમજ મુસાફરોના હિતને ધ્યાને લઈ રજુઆતો કરવામાં આવી હતી. જેમાં સલાહકાર સમિતિના આગેવાનોે તેમજ રાજકોટ વિભાગના નિયામક, પરિવહન અધિકારી સુરેન્દ્રનગર ડેપોના એસ.ટી.ને લગતા પ્રશ્નો હલ કરવાની હૈયાધારણા આપી હતી.