ધ્રાંગધ્રા પાલિકામાં કમિટીની રચનામાં કારોબારીના ચેરમેનનું નામ બદલી જતાં ગરમાવો

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રા પાલિકામાં કમિટીની રચનામાં કારોબારીના ચેરમેનનું નામ બદલી જતાં ગરમાવો 1 - image


- કારોબારી ચેરમેનને લઇને ચાલતો વિવાદ 

- પાલિકાની વિવિધ 19 કમિટીના ચેરમેનની વરણી કરાઇ  

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ-પ્રમુખની ટર્મ પુરી થતાં નવી ટર્મ માટે પ્રમુખ અને ઉપ-પ્રમુખ સહિત કારોબારી ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી અને કારોબારી ચેરમેનના નામને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પદગ્રહણ કરતી વખતે જ કારોબારી ચેરમેનનું નામ અચાનક બદલાઈ જતા રાજકીય માહોલ ગરમાયો હતો.

 ધ્રાંગધ્રા નગરપાલિકામાં પ્રમખ, ઉપ-પ્રમુખની પ્રથમ ટર્મ પુરી થતાં નવા પ્રમુખ તરીકે કુલદિપસિંહ ઝાલા અને ઉપ-પ્રમુખ તરીકે હિરેનભાઈ કાનાબાર સહિત કારોબારી ચેરમેનનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વૈશાલીબેન મકવાણાનું નામ જાહેર થયું હતું. જ્યારે નવા હોદ્દેદારોના અને કમીટીઓની રચના તેમજ પદગ્રહણ વખતે અંત સમયે કારોબારી ચેરમેનનું નામ બદલાયું હતું અને નવી રચનામાં નગરપાલિકા ખાતે પ્રભારીઓ નરેશભાઈ પટેલ તથા જિજ્ઞાાસાબેન નાયક દ્વારા સુરેન્દ્રનગરથી મેન્ટેડ લઈને આવેલા અને તે મુજબ કારોબારી ચેરમેન તરીકે પૂજાબેન જગદીશભાઈ જાદવ તેમજ વિવિધ કમિટીઓના ચેરમેનની રચનાઓ કરવામાં આવી હતી.

 આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા કમિટી રચનામાં કારોબારી ચેરમેન સહિત ૧૯ કમિટીઓની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન, બાંધકામ કમિટી, લાઈટ કમિટી, સ્ટેશનરી કમિટી સહિત વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી.

વિવિધ કમિટી અને ચેરમેન

કમીટીનું નામ                                                                  ચેરમેન

કારોબારી કમીટી                                                          પુજાબેન જાદવ

બાંધકામ કમીટી                                                           મયુરસિંહ ઝાલા

ટાઉન પ્લાનીગ કમીટી                                                    જયાબેન સાગઠીયા

સ્ટોર્સ એન્ડ પરચેઝ કમીટી                                            દામીનીબેન ગોવાણી

સેનીટેશન કમીટી                                                             પ્રવિણભાઈ રબારી

લાઈટ કમીટી                                                                 ટપુભાઈ લકુમ

વોટર વર્કસ કમીટી                                                         હીનાબેન પટેલ

ટેક્ષ એન્ડ વ્યવસાય વેરા કમીટી                                દક્ષાબેન મકવાણા

ગેરેજ એન્ડ ટ્રાન્સપોર્ટ કમીટી                                        જેનાબેન જેસડીયા

પસંદગી (એસ્ટાબ્લીશમેન્ટ)કમીટી                              જાગૃતીબેન દવે

ગાર્ડન કમીટી                                                              અજીતિસંહ ઝાલા

અંતિમધામ વિકાસ કમીટી                                       ધર્મેશભાઈ રબારી

મેળા સાંસ્કૃતિક અને શહેર સુશોભન કમીટી             પ્રહલાદસિંહ પઢીયાર

ફાઈનાન્સ કમીટી                                                     પરીક્ષીતસિંહ ઝાલા

સમાજ કલ્યાણ કમીટી                                             મંજુલાબેન પરમાર

યુથ એન્ડ સ્પોર્ટસ કમીટી                                             કરણદેવસિંહ જાડેજા

સ્વણીર્મ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ કમીટી     અશોકસિંહ જાડેજા

શહેરી ગરીબ,મહીલા અને બાળ આયોજન કમીટી      અલ્પાબેન ગાંધી

લાઈબ્રેરી કમીટી                                                      સુરેશભાઈ જાદવ


Google NewsGoogle News