Get The App

વડોદ ગામે જીનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ ચોરીને ફરાર

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
વડોદ ગામે જીનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ ચોરીને ફરાર 1 - image


- સીસીટીવીમાં બે તસ્કરો નજરે પડયા

- સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી 

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના વડોદ ગામે આવેલા જીનમાં ત્રાટકેલા તસ્કરો રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદ ગામે આવેલા જીનમાં મોડીરાત્રે બે તસ્કરો ચોરીના ઈરાદે આવ્યા હતા. જેમાં એક શખ્સ બહાર દેખરેખ રાખવા ઉભો હતો અને બીજો શખ્સ જીનમાં પ્રવેશ કરી ઓફીસમાં રહેલા ટેબલનું ખાનું લોખંડના સાધન વડે ખોલી તેમાં રાખેલી રોકડ અંદાજે રૂા.૧ લાખ જેટલી રકમ ચોરી કરી નાસી છુટયો હતો. 

 જે બનાવના સીસીટીવી સામે આવ્યા હતા. આ બનાવ અંગે જીન માલિકે વઢવાણ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News