Get The App

અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી એસએમસી ટીમે વિદેશી દારૂ ઝડપી પાડયો

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી એસએમસી ટીમે વિદેશી દારૂ ઝડપી પાડયો 1 - image


- 54.35 લાખનો મુદ્દામાલ ઝડપાયો

- ઝડપાયેલ ટ્રકચાલક સહિત કુલ પાંચ વ્યક્તિ સામે ગુન્હો નોંધાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન પાણશીણા ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ હાલતમાં ટ્રક પસાર થતા તેને રોકી તલાશી લેતા મોટાપાયે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

આ અંગે એસએમસી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ રાજકોટ હાઈવે પરથી ટ્રકમાં પંજાબ તરફથી ઈંગ્લીશ દારૂ ભરી રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન બાતમીવાળી ટ્રક પસાર થતા તેને રોકી ચાલક હનુમાનરામ ઈસરવાલ રાજસ્થાનવાળાની પુછપરછ કરી હતી અને ટ્રકની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૩૧૪ કિંમત રૂા.૨૯.૨૨ લાખ, ટ્રક કિંમત રૂા. ૨૫ લાખ, મોબાઈલ કિમંત રૂા. ૫,૦૦૦, રોકડ રૂા.૭,૯૫૦ સહિત કુલ રૂા.૫૪.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે ઝડપાયેલ ચાલકની વધુ પુછપરછ કરતા અસિદ સરદારજી નામના વ્યક્તિઓએ પંજાબથી ટેન્કરમાં દારૂ ભરી આપ્યો હતો અને ચોટીલા તાલુકામાં રહેતા વ્યક્તિએ દારૂ મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી આથી એસએમસી ટીમે દારૂ ભરી આપનાર, પંજાબથી દારૂ ભરેલ ટેન્કર મોકલનાર, ટેન્કરના માલીક અને ચોટીલા દારૂનો જથ્થો મંગાવનાર સહિત ચાર વ્યક્તિઓ અને ઝડપાયેલ ટેન્કરચાલક હનુમાનરામ ઈસરવાલ સહિત પાંચ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે. જ્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એસએમસી ટીમે રેઈડ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.


Google NewsGoogle News