વ્રજપરની સીમમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
- 40 હજાર રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વ્રજપર ગામની સીમમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે ૪૦ હજાર રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વ્રજપર ગામની સીમમાં દશરથસિંહ સુરસિંહ સરવૈયાની વાડીના શેઢે ઓરડી સામેના ખુલ્લા ફળીયામાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો.
જેમાં જુગાર રમી રહેલા દશરથસિંહ સુરસિંહ સરવૈયા (રહે. સુરેન્દ્રનગર), મહેન્દ્રસિંહ વનરાજસિંહ પરમાર (રહે. નવલગઢ), અશ્વિનભાઇ બાબુલાલ પનારા (રહે. રિધ્ધ સિધ્ધી સોસાયટી, ધ્રાંગધ્રા), ભાર્ગવભાઇ મનુભાઇ ગોહિલ (રહે. ઘણાદ, તા.લખતર), મથુરભાઇ લવજીભાઇ કાપણીયા (રહે. વ્રજપર) અને રમેશભાઈ કમાભાઇ ઘોરડીયા (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, ધ્રાંગધ્રા)ને ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૪૦,૨૦૦ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન મોબાઈલ કે વાહન ન મળી આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.