ચોટીલામાં વિજયા દશમીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્રપુજનના કાર્યક્રમો યોજાયા
સુરેન્દ્રનગર : ચોટીલામાં વિજયા દશમીના પર્વે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન અને શસ્ત્રપુજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલામાં નવરાત્રી બાદ વિજયા દશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આર.એસ.એસ. દ્વારા જિલ્લા સહકાર્યવાહના માર્ગદર્શનમાં ચોટીલાના વિવિધ વિસ્તારોમાં પૂર્ણ ગણવેશ સાથે પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે જિલ્લા સહકાર્યવાહ યોગેશભાઈ, વિનુભાઈ વિગેરેએ શસ્ત્રપુજન કર્યું હતું.