સુરેન્દ્રનગરમાં સ્કૂલ પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં સ્કૂલ પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા 1 - image


- ચાર મોબાઈલ અને રોકડ મળી રૂ.૧૭ હજારનો મુદ્દામાલ કબજે  

સુરેન્દ્રનગર : વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલી સ્કુલ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ૭ શખ્સોને બી-ડિવિઝન પોલીસે રોકડા તથા ૪ મોબાઇલ મળી કુલ રૂા.૧૭,૨૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલી સ્કુલ પાસે ખુલ્લા મેદાનમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે બી-ડિવિઝન પોલીસ  ટીમે દરોડો કરતા જુગાર રમતા પ્રશાંતભાઇ યોગેશભાઇ પઢિયાર, ગોકુળભાઇ કાનજીભાઇ કાટોડિયા, અમીતભાઇ ઉર્ફે ડેગો ચન્દ્રકાંતભાઇ શાહ, ભરતભાઇ હીરાભાઇ ચાવડા, મલાભાઇ જીવણભાઇ મુંધવા, કેતનભાઇ ગોપાલભાઇ ખરગીયા અને સતાભાઇ મફાભાઇ મકવાણાને ઝડપી લીધા હતા.પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂા.૫,૭૬૦ તથા ચાર મોબાઇલ મળી કુલ રૂા.૧૭,૨૬૦નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News