Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી

Updated: Nov 29th, 2021

GS TEAM


Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી 1 - image


- અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનના પગલે 

- વરસાદની સાથે 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાથી ખેડૂતોમાં ઉચાટ

સુરેન્દ્રનગર : વિદાય લેતા નવેમ્બરના અંતની સાથે ફરી એકવાર ભર શિયાળે ચોમાસુ માહોલ જામવાની શકયતા છે હવામાન ખાતા દ્વારા આજથી ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સુરેનદ્રનગર જીલ્લામાં પણ માવઠુ થવાની શકયતા છે.

હવામાન ખાતાના જણાવ્યા બુજ આજે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ખેડા, આણંદ સહીતના જીલ્લાઓમાં વરસાદ વરસી શકે છે તા ૧ અને ૨ ડિસેમ્બરે પણ વરસાદ થવાની શકયતા છે કયાંક કયાંક ભારેથી અતિભારે વરસાદ થવાની અને ૪૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે સુરેનદ્રનગર જીલ્લા કલેકટર દ્વાાર લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જીલ્લાના ખેડુતોએ પાક સંરક્ષણના જરૂરી પગલા હાથ ધરી સતર્ક રહેવા અપીલ કરી છે ખેડુતોએ પોતાના ઉત્પાદીક થયેલ પાક એટલે કે, ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાળપત્રી ઢાંકીને રાખવી,  એ.પી.એમ.સી. અથવા ખરીદ કેનદ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત પેદાશોને ઢાંકીને લઈ જવી શકય હોય તો હવામાન વિભાગની આગાહી હોવાથી તેવા સમય દરમીયાન ખેત પેદાસ વેચવાનુ ટાળવા જણાવવામાં આવ્યુ છે.

આ ઉપરાંત શાકભાજી, ફળો, મરી-મસાલા જેવા બાગાયતી પાકોની સલામતી માટે પણ કાળજી લેવા,  શિયાળુ ઉભા ખેત પાકોમાં શકય હોય તો પિયત ટાળવા તેમજ કમોસમી વરસાદ થાય તો જરૂરી પાક સંરક્ષણના પગલા હાથ ધરવા અને ખેતી ઈનપુટ જેવા કેબિયારણ ખાતર વગેરેના જથ્થાને પણ સલામત  સ્થળે રાખવા વધુમાં જણાવાયુ છે.

Tags :