Get The App

નિવૃત્ત સફાઈ કામદારોને તફાવતની ગ્રેજ્યુઈટીની રકમ ચુકવાઈ

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
નિવૃત્ત સફાઈ કામદારોને તફાવતની ગ્રેજ્યુઈટીની રકમ ચુકવાઈ 1 - image


- સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના 

- અંદાજે રૂા. 21 લાખથી વધુ રકમ ચુકવાતા દિવાળી ટાણે આનંદનો માહોલ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકામાં ફરજ બજાવતા વાલ્મીકી સમાજના અંદાજે ૪૦૦ જેટલા કોન્ટ્રાક્ટ બેઈઝ રોજમદાર અને કાયમી સફાઈ કામદારો કામ કરી રહ્યાં છે જેમને તાજેતરમાં રૂા.૮૭.૩૧ લાખ જેટલી રકમ ચુકવ્યા બાદ બાકી રહેતા નિવૃત્ત સફાઈ કામદારોને પણ છઠ્ઠા અને સાતમા પગારધોરણ મુજબ ગ્રેજ્યુઈટીની તફાવતની રકમ ચુકવવા રજુઆતો કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પાલિકા તંત્ર દ્વારા નિવૃત્ત સફાઈ કામદારોને આ રકમ ચુકવતા આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

 સંયુક્ત પાલીકામાં છેલ્લા ઘણા વર્ષોથી વાલ્મીકી સમાજના ૪૦૦થી વધુ કોન્ટ્રાક્ટ બેઈઝ રોજમદાર અને કાયમી સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યાં છે આ ઉપરાંત અનેક નિવૃત્ત સફાઈ કામદારો જેઓ ફરજ બજાવી ચુક્યા છે તેમને છઠ્ઠા અને સાતમા પગાર ધોરણ મુજબ ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવા રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા સહિતનાઓએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી .

અને દિવાળીના તહેવાર પહેલા ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવાની માંગ કરી હતી. જેના ભાગરૂપે પાલિકા પ્રમુખ જીજ્ઞાાબેન પંડયા, ચીફ ઓફીસર જીજ્ઞોશભાઈ બારોટ સહિતનાઓ દ્વારા દિવાળીના તહેવાર પહેલા નિવૃત્ત સફાઈ કામદારોને અંદાજે રૂા.૨૧.૭૪ લાખ જેટલી રકમ ચુકવવામાં આવતા નિવૃત્ત સફાઈ કામદારોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને દિવાળી પહેલા જ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસો પહેલા અંદાજે રૂા.૮૭.૩૧ લાખ જેટલી રકમ ફરજ પરના તમામ સફાઈ કામદારોને ચુકવવામાં આવી હતી.


Google NewsGoogle News