Get The App

હળવદમાં રૂદ્ર ટાઉનશીપના રહીશો પ્રાથમિક સુવિધાઓને લઇને રોડ પર ઉતર્યા

Updated: Nov 26th, 2022


Google NewsGoogle News
હળવદમાં રૂદ્ર ટાઉનશીપના રહીશો પ્રાથમિક સુવિધાઓને લઇને રોડ પર ઉતર્યા 1 - image


- હળવદ રૂદ્ર ટાઉનશિપમાં  ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

-કામ નહીં તો વોટ નહીં ના નારા સાથે રહીશોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

હળવદ : હળવદ વોડ પ ના  રૂદ્ર ટાઉનશીપ વિસ્તારના લોકો એ ચૂંટણી બહિષ્કારના  બેનરો લગાવ્યા હતા. રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાની બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં આજ દીન સુધી નિકાલ કરવા આવ્યો નથી તે રૂદ્ર પાક સોસાયટી ના રહીશો વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ. જો લેખિત બાહેંધરી  આપવામાં આવશેે તો મતદાન કરશું.

શહેરના વોર્ડ નંબર ૫ માં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે આજે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને પ્રાથમિક સુવિધાઓની માંગ કરી હતી. જેમાં રોડ-રસ્તા, પાણી, લાઇટ સહિતની માંગણીઓ ન સ્વીકારાય તો વિધાનસભાની ચૂંટણીની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. વોર્ડના રહીશોએ લેખિતમાં બાહેંધરી આપ્યા બાદ જ મતદાન કરીશું અને જે પણ અમારી રુદ્ર ટાઉનશીપ સોસાયટીની સમસ્યા દૂર કરશે તેને મતદાન કરીશું તેવું રૂદ્ર ટાઉનશીપ રહીશોએ ચીમકી ઉચ્ચારતા બેનર લગાવી રાજકીય માહોલ ગરમ કરી દીધો હતો. 

રૂદ્ર ટાઉનશિપ ના રહીશોએ પ્રાથમિક સુવિધા જેવી કે, રોડ-રસ્તા, પાણી, ગટરની સમસ્યા તેમજ સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓને લઇને  રુદ્ર ટાઉનશીપ બહાર બેનર લગાવવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કયા હતો, અમને લેખિતમાં બાહેંધરી આપસે તોજ મતદાન કરશું, આમ ચૂંટણી બહિષ્કારના  અઠવાડિયામાં શહેરમાં બીજી વખત બેનર લાગતા  ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.


Google NewsGoogle News