Get The App

ચોટીલા-અમદાવાદ હાઈવે પરથી કતલખાને લઈ જવાતા 9 પશુઓને બચાવ્યા

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ચોટીલા-અમદાવાદ હાઈવે પરથી કતલખાને લઈ જવાતા 9 પશુઓને બચાવ્યા 1 - image


- પશુઓને પાંજરાપોળ મોકલવાની

- 9 પશુઓ, મોબાઈલ, આઈશર સહિત કુલ રૂા. 4.40 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી અવાર-નવાર ગેરકાયદેસર અબોલ પશુઓને કતલખાને લઈ જવાના બનાવો વધી રહ્યાં છે . ત્યારે ચોટીલા-અમદાવાદ હાઈવે પરથી ૯ પશુઓને કતલખાને લઈ જવાતા જીવદયાપ્રેમીઓ અને ગૌરક્ષાની ટીમે બચાવી લીધા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી આથી પોલીસે આઈશરચાલક અને ક્લીનર સામે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથધરી હતી.

 ચોટીલા-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે પશુઓને વાહનમાં ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીના આધારે ગૌપ્રેમીઓ હરેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ સાકરીયા, હરેશભાઈ સીંધવ સહિતનાઓએ હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન ચોટીલા-અમદાવાદ હાઈવે પર કનૈયા ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં આઈશર પર પસાર થતાં તેને રોકી તલાસી લેતા આઈશરમાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર દોરડા તેમજ ઘાસચારો અને પાણીની સગવડતા વગર ક્રુરતાપૂર્વક બાંધેલ ૮ ભેંસ કિંમત રૂા.૧,૨૦,૦૦૦, પાડો-૧ કિંમત રૂા.૧૦,૦૦૦ અને મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૧૦,૦૦૦ તેમજ આઈશર કિંમત રૂા.૩ લાખ મળી કુલ રૂા.૪.૪૦ લાખના મુદ્દામાલ સાથે આઈશરચલાક દિલિપસીંગ દાડમસીંગ સોલંકી રહે.વાંકાનેર અને ક્લીનર બાબુભાઈ દિલીપભાઈ પરમાર રહે.વાંકાનેરવાળાને ઝડપી પાડયાં હતાં. જ્યારે બન્નેની વધુ પુછપરછ કરતા આઈશરમાં ભરેલ ભેંસો અસરફભાઈ યાકુબભાઈ રહે.વાંકાનેરવાળો આપી ગયો હોવાની કબુલાત કરી હતી અને પશુઓને મહારાષ્ટ્ર તરફ કતલખાને લઈ જતા હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડયા હતાં જ્યારે પશુઓને પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથધરી હતી.


Google NewsGoogle News