વકિલોને બેસવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવા માંગ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
વકિલોને બેસવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવા માંગ 1 - image


- સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં પ્રેક્ટિસ કરતાં

- પ્રતિક્ષાકક્ષ હટાવી દેવાતા બાર એસોસીએશની જિલ્લા કલેક્ટરને રજૂઆત 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં પ્રેક્ટીસ કરતા વકીલોને બેસવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવે તે અંગે સુરેન્દ્રનગર બાર એસોશીએસન દ્વારા જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરવામાં આવી હતી. આ તકે મોટીસંખ્યામાં બાર એસોશીએસનના હોદ્દેદારો અને વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગર બાર એસોશીએસનના અનેક સીનીયર અને જુનીયર વકીલો કલેકટર કચેરીમાં નીયમીત રેવન્યુ તેમજ અન્ય કેસોની પ્રેક્ટીસ કરે છે અને કલેકટર કચેરીમાં નીયમીત કેસ ચાલે છે. જેમાં વકીલનો ક્રમ મુજબ વારો આવતો હોય છે પરંતુ જ્યાં સુધી વારો ન આવે ત્યાં સુધી વકીલને બેસવું પડે છે. આથી બેસવા માટે અલગ રૂમ કે પ્રતિક્ષાકક્ષની વૈકલ્પીક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. 

અગાઉ કલેકટર કચેરીમાં વકીલોને બેસવા માટે પ્રતીક્ષાકક્ષ હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી અનીવાર્ય કારણોસર પ્રતિક્ષાકક્ષ હટાવી દેવામાં આવ્યો છે. જેના લીધે બાર એસોશીએસનના વકીલોને હાલાકી ભોગવવી પડે છે. જેમાં પણ ખાસ કરીને સીનીયર વકીલોને વધુ તકલીફ પડી રહી છે. આથી વકીલોને બેસવા માટે અલગથી રૂમ કે પ્રતીક્ષાકક્ષની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ તકે બાર એસોશીએસનના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, કશ્યપ શુક્લ, દેવેન્દ્રસિંહ રાણા સહિતના વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં.


Google NewsGoogle News