Get The App

સુરેન્દ્રનગરમાં જીઆઇડીસીના એકમોને સુવિધા અને ટેક્ષ મુદ્દે પાલિકાને રજૂઆત

Updated: Oct 26th, 2021


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં જીઆઇડીસીના એકમોને સુવિધા અને ટેક્ષ મુદ્દે પાલિકાને રજૂઆત 1 - image


- વેરાની વસૂલાત છતાં પુરતી સુવિધા અપાતી જ નથી 

- એકમોને જ્યાં સુધી સુવિધા ન અપાય ત્યાં સુધી બી ગ્રેડનો ટેક્ષ લેવા ચર્ચા વિચારણા કરવા ખાત્રી અપાઈ

સુરેન્દ્રનગર  : સુરેન્દ્રનગરની જી.આઈ.ડી.સીના ઉદ્યોગકારો પાસેથી તમામ પ્રકારનાં વેરા વસુલવા છતાં પુરતી અને યોગ્ય સુવિધા અપાતી નથી તેમજ સુરેન્દ્રનગર નગરપાલીકામાં વઢવાણ નગરપાલીકા ભેળવાતા ટેક્ષનું ભારણ વધી ગયુ છે ત્યારે વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા આ બાબતે નગરપાલીકાના સતાધીશોને રજુઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા માંગણી કરાઈ હતી.

સુરેન્દ્રનગરની જી.આઈ.ડી.સી પહેલા વઢવાણ નગરપાલીકામાં આવતી હતી. વઢવાણ નગરપાલીકા દ્વારા તે સમયે બી ગ્રેડના ટેક્ષ લાગુ પડતા હતા પરંતુ વઢવાણ નગરપાલીકા સુરેન્દ્રનગર નગરપાલીકામાં મર્જ થયા પછી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકા દ્વારા એ-ગ્રેડના ટેક્ષ વસુલવામાં આવતા જી.આઈ.ડી.સના ઉદ્યોગકારો ઉપર ટેક્ષનું ભારણ ત્રણ ગણુ વધી ગયુ છે વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ સુમીતભાઈ પટેલ, ઉપપ્રમુખ સાવનભાઈ પટેલ  દ્વારા આ બાબતે નગરપાલીકા પ્રમુખ સહિત હોદ્દાદારોને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી હતી. જેના પ્રત્યુતરમાં આગામી ૩૧ઓકટોબરે યોજાનાર કારોબારી બેઠકમાં આ મુદો સમાવી જ્યાં સુધી સુવિધા ન અપાય ત્યાં સુધી બી ગ્રેડનો ટેક્ષ લેવા ચર્ચા વિચારણા કરવા ખાત્રી અપાઈ છે.  

વઢવાણ ઈન્ડ.એસો.દ્વારા આ પહેલા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સ્વીફટની બેઠકમાં પણ રજુઆત કરી હતી ત્યારે જિલ્લા કલેકટરને હકારત્માક અભિપ્રાય સાથે ચીફ ઓફીસરને ઉદ્યોગકારોના પ્રશ્નોનેક ત્વરીત નિકાલ કરવા સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલીકા દ્વારા જી.આઈ.ડી.સીના ઉદોગકારો પાસેથી પાણીવેરો વસુલવામાં આવે છે પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ પાણીના કનેકશન નથી. સ્વચ્છતા વેરો લેવાય છે પરંતુ પુરતી સફાઈ થતી નથી. કે ડોરટુડોર કચરો એકત્રીત કરણની સુવીધા અપાતી નથી વિજળી કર સામે લાઈટનો પ્રશ્નો જેમનાક તેમ છે આવી અનેક સુવિધાથી વંચીત જી.આઈ.ડી.સી ના ઉદ્યોગકારોએ નગરપાલીકાને રજુઆત કરી હતી.


Google NewsGoogle News