ધોળકામાં વૌઠાનો મેળો પ્રદૂષણમુક્ત વાતાવરણમાં યોજાય તેવી રજૂઆત
બગોદરા : ગુજરાતમાં સૌથી મોટો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા મુકામે યોજાય છે. જ્યાં સાબરમતી, હાથમાતી, મેંશ્વો, ખારી, વાત્રક, સેઢી અને માઝૂમ સાત નદીઓનું સંગમ સ્થાન છે. તેને સપ્ત નદીનો સંગમ કહેવાય છે. વૌઠાનો આ મેળો તા. ૦૪/૧૧/૨૦૨૨થી ૦૮/૧૧/૨૦૨૨ દરમિયાન યોજાશે. લોક વાયકા મુજબ મહાભારતના સમયથી અહીં મેળો ભરાય છે. પાંચ દિવસ આ મેળામાં ગુજરાત સહિત અન્ય દેશના લોકો મેળો માણવા વર્ષોથી આવતા હોવાથી માનવ જીવન તેમજ પશુની મોટાપાયે લે-વેચ થતી હોવાની બાબતને ધ્યાનમાં રાખી વૌઠા સપ્ત નદીમાં ઉપરથી કેમિકલ વગરનું શુદ્ધ પાણી અને શુદ્ધ હવા મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવા બાવળાના સામાજિક કાર્યકરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.