Get The App

રેશનકાર્ડમાં બાળકોના નામ ચડાવવામાં મુશ્કેલી થતી હોવાની રજૂઆત

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
રેશનકાર્ડમાં બાળકોના નામ ચડાવવામાં મુશ્કેલી થતી હોવાની રજૂઆત 1 - image


- યોગ્ય કાર્યવાહી કરવા માંગ

- વિચરતા સમુદાય સમર્થન મંચની કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં વિચરતા સમુદાયના બાળકોના આધારકાર્ડમાં એકસાથે પૂરી વિગતો ના હોવાથી તેમના નામ રેશનકાર્ડમાં ઉમેરવામાં મુશ્કેલી વેઠવી પડતી હોવાની લેખીત રજૂઆત કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. 

સુરેન્દ્રનગર જિલ્લા વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા રેશનકાર્ડમાં બાળકોના નામ ઉમેરવામાં પડતી હાલાકી અંગે કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોટાભાગની સરકારી યોજનાઓમાં રેશનકાર્ડ ની જરૂર પડે છે. 

જ્યારે કોઈપણ બાળકનું નામ રેશનકાર્ડમાં ચડાવવા માટે કચેરીમાં અરજદારો જાય છે, ત્યારે આધારકાર્ડ માગવામાં આવે છે પરંતુ આધારકાર્ડમાં બાળકનું પૂરું નામ, પિતાનું નામ અને અટક ના હોવાથી રેશનકાર્ડ માં નામ ચડતું નથી.

રેશનકાર્ડમાં નામ ના હોવાના કારણે સરકારની ઘણી બધી યોજનાઓથી આવા બાળકો વંચિત રહી જાય છે. જેથી આ પરિસ્થિતિને ધ્યાને લઈ સરળતાથી રેશનકાર્ડમાં નામ ચડાવી શકાય તે માટે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.



Google NewsGoogle News