Get The App

રે કળિયુગઃ પુત્ર -પુત્રવધુએ માતાને મારી નાખવાની ધમકી આપી

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
રે કળિયુગઃ પુત્ર -પુત્રવધુએ માતાને મારી નાખવાની ધમકી આપી 1 - image


- જોરાવરનગરના સુભાષ રોડ પરની ઘટના

- નજીવી વાતમાં ધમકી આપતા મહિલાએ પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં માતાના ઘરે પુત્ર અને પુત્રવધુએ નજીવી બાબતે ઝઘડો કરી માતાને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પુત્ર અને પુત્ર વધુની ધમકીથી ડરેલી મહિલાએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જોરાવરનગરના સુભાષ રોડ શેરી નં.૭ માં રહેતા મીનાબેન ગુણવંતરાય ઠાકર (ઉ.વ.૫૩)થી હાલ તેમનો ૨૭ વર્ષીય દિકરો વત્સલ માતથી અલગ શહેરની જે.એન.વી.હાઈસ્કૂલ પાસે રહે છે. ગત રોજ રાત્રીના સમયે વત્સલ તેનીપત્ની પુનમ સાથે જોરાવરનગર રહેતી માતા મીનાબેનના ઘરે આવ્યો હતો. વત્સલે માતા મીનાબેન પાસે ટુ વ્હીલરની સર્વિસ બુક માંગી હતી.  પરંતુ મીનાબેને પોતાની પાસે સર્વિસ બુક નહીં હોવાનું જણાવતા પુત્ર વત્સલ અને પુત્રવધૂ પુનમએ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. પુત્ર અને પુત્રવધૂની ધમકીને પગલે મીનાબેન ઠાકરે જોરાવરનગર પોલીસ મથકે પુત્ર અને પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News